દેખરેખ
દેખરેખ વડે તમારા તરુણ/તરુણીને સપોર્ટ કરવો
સ્ક્રીન પર પસાર કરવામાં આવતા સમયનું સંચાલન કરવા, પ્રાઇવસી સેટિંગને એડ્જસ્ટ કરવા અને સમગ્ર Instagram, Facebook, Messenger, Meta Horizon અને Threads પર તમારા તરુણ/તરુણીઓના અનુભવોને માર્ગદર્શિત કરવા માટે ડિજિટલ સીમાઓ બનાવો.
પ્રોફાઇલ અને ઓડિયન્સકોણ સેમના કન્ટેન્ટને જોઈ શકે અને તેની સાથે ઇન્ટરેક્ટ કરી શકે
પ્રોફાઇલ અને ઓડિયન્સકોણ સેમના કન્ટેન્ટને જોઈ શકે અને તેની સાથે ઇન્ટરેક્ટ કરી શકે
પ્રોફાઇલ અને ઓડિયન્સકોણ સેમના કન્ટેન્ટને જોઈ શકે અને તેની સાથે ઇન્ટરેક્ટ કરી શકે
પ્રોફાઇલ અને ઓડિયન્સકોણ સેમના કન્ટેન્ટને જોઈ શકે અને તેની સાથે ઇન્ટરેક્ટ કરી શકે
મેસેજ ડિલિવરીસેમને કોણ મેસેજ મોકલી શકે
મેસેજ ડિલિવરીસેમને કોણ મેસેજ મોકલી શકે
મેસેજ ડિલિવરીસેમને કોણ મેસેજ મોકલી શકે
મેસેજ ડિલિવરીસેમને કોણ મેસેજ મોકલી શકે
નવું શું છે
સરળ સેટઅપ
તમે જેની દેખરેખ રાખવા માંગતા હો તે એકાઉન્ટને પસંદ કરો
sunflower_power77Instagram
જોર્ડન જોન્સFacebook
નવું શું છે
સરળ સેટઅપ
શરૂઆત કરો
સાથે મળીને 'દેખરેખ'ને સેટ અપ કરવું
દેખરેખ એ એક વૈકલ્પિક સુવિધા છે કે જે તમને તમારા તરુણ/તરુણીની સાથે એ નક્કી કરવા માટે કામ કરવાની મંજૂરી આપે છે કે એક માતા-પિતા તરીકે તેમની Meta ઍપ્સ પર તમારી કેટલી દેખરેખ હોય.
પગલું 1: તમારા તરુણ/તરુણીને આમંત્રણ આપો
પગલું 2: પ્રાઇવસી અને સલામતી માટેનાં સેટિંગને એડ્જસ્ટ કરો
પગલું 3: મર્યાદાઓ અને સીમાઓ સેટ અપ કરો
પગલું 4: માહિતગાર રહો અને એલર્ટ મેળવો
પગલું 5: ડેશબોર્ડ જુઓ
પગલું 1: તમારા તરુણ/તરુણીને આમંત્રણ આપો
તમારા તરુણ/તરુણીને 'દેખરેખ'ની સુવિધા માટે આમંત્રણ આપીને શરૂઆત કરો. તે એક્ટિવ થાય તેની પહેલાં તેમણે તેને સ્વીકારવાની જરૂર પડશે — અથવા તેને બદલે તેઓ દેખરેખની વિનંતી કરી શકે છે.
Meta
Family Center
અમારી ઍપ્સ પર દેખરેખ
તમારા તરુણ/તરુણીને તેમને સપોર્ટ કરવા અને તેમની દેખરેખ રાખવા દેવા માટે આમંત્રિત કરો. દેખરેખ શરૂ થાય તે પહેલાં તેમણે તેને સ્વીકારવાની જરૂર હોય છે.
આમંત્રણ બનાવો
પરિવર્તનક્ષમ સેટિંગ
તેમના ડિજિટલ અનુભવને આકાર આપવો
તમારા તરુણ/તરુણીની સલામતી અને સ્વતંત્રતાને સપોર્ટ કરવા માટે તેમની સાથે તેઓ કોની સાથે ઇન્ટરેક્ટ કરે છે, તેઓ જે જોઈ શકે તે કન્ટેન્ટ અને સ્ક્રીન પર પસાર કરવામાં આવતા સમયને લગતાં સેટિંગને કસ્ટમાઇઝ કરવા માટે કામ કરો.
એકથી વધુ એકાઉન્ટની દેખરેખ રાખવી
સમયની મર્યાદાઓ પર સહયોગ કરવો
સંપર્ક અને કન્ટેન્ટનાં સેટિંગ જોવાં
તેઓ જેમ-જેમ મોટાં થતાં જાય તેમ-તેમ સેટિંગ એડ્જસ્ટ કરવાં
વારંવાર પૂછાતા પ્રશ્નો
તમારા પ્રશ્નો, જવાબ આપવામાં આવ્યા
વારંવાર પૂછાતા સર્વસાધારણ પ્રશ્નો
વારંવાર પૂછાતા સર્વસાધારણ પ્રશ્નો
હું Instagram, Facebook, Messenger, Meta Quest અથવા Threads પર 'માતા-પિતા દ્વારા થતી દેખરેખ'ને કેવી રીતે સેટ અપ કરું?તમે Metaના ફેમિલી સેન્ટર મારફતે 'દેખરેખ'ની સુવિધાને સેટ અપ કરી શકો છો જે દરેક ઍપમાં ઉપલબ્ધ છે અને તમારા તરુણ/તરુણીના એકાઉન્ટ સાથે તમારા એકાઉન્ટને લિંક કરવાની પ્રક્રિયામાં તમને માર્ગદર્શન આપે છે. Meta Horizon પર, જ્યારે 10-12 વર્ષની ઉંમરના યુઝરનું Meta Horizon એકાઉન્ટ બનાવવામાં આવે ત્યારે 'દેખરેખ'માં તેમની ઓટોમેટિક રીતે નોંધણી કરવામાં આવે છે.
શું માતા અને પિતા એમ બંને જણ સમાન તરુણ/તરુણીના એકાઉન્ટની દેખરેખ રાખી શકે છે?નહીં, તરુણ/તરુણીઓ માટે માતા-પિતામાંથી કોઈ એક જ અથવા ગાર્ડિયન તેમના એકાઉન્ટને સપોર્ટ કરી શકે છે. જોકે, માતા-પિતા પાંચ જેટલાં એકાઉન્ટને સપોર્ટ કરી શકે છે.
શું મારા તરુણ/તરુણી 'દેખરેખ'ની સુવિધાને બંધ કરી શકે છે?તરુણ/તરુણીઓ 'દેખરેખ'ની સુવિધાને બંધ કરી શકે છે, પરંતુ તમને તરત જ તે અંગે જણાવવામાં આવશે. આનાથી પારદર્શિતા અને વિશ્વાસ સુનિશ્ચિત થાય છે.
શું હું ખાનગી મેસેજ અથવા જૂની ચેટને જોઈ શકું છું?નહીં, Metaનાં દેખરેખ સંબંધી ટૂલની રચના તરુણ/તરુણીની પ્રાઇવસીનું રક્ષણ કરવા માટે થયેલી છે. તમે પસાર કરવામાં આવેલો સમય અને સંપર્કનાં લિસ્ટ જેવી જાણકારીને જોઈ શકો છો, પરંતુ મેસેજના કન્ટેન્ટને જોઈ શકતા નથી.
Facebook અને Messenger સંબંધી વારંવાર પૂછાતા પ્રશ્નો
Facebook અને Messenger સંબંધી વારંવાર પૂછાતા પ્રશ્નો
શું હું મારા તરુણ/તરુણી જેમાં જોડાય તે Facebook ગ્રૂપનું નિરીક્ષણ કરી શકું છું?'દેખરેખ'ની સુવિધા વડે, તમે તમારા તરુણ/તરુણી કયાં ગ્રૂપમાં જોડાય તે જોઈ શકો છો અને નવી ગ્રૂપ એક્ટિવિટી અંગે અપડેટ થયેલા રહી શકો છો.
શું હું મારા તરુણ/તરુણીની Facebook પોસ્ટ અથવા પ્રોફાઇલને કોણ જુએ તેને નિયંત્રિત કરી શકું છું?તમે પોસ્ટ, પ્રોફાઇલની દૃશ્યતા અને ફ્રેન્ડ રિક્વેસ્ટને લગતાં પ્રાઇવસી સેટિંગને જોઈ શકો છો અને તેનું સંચાલન કરવામાં મદદ કરી શકો છો.
શું હું એ જોઈ શકું છું કે મારા તરુણ/તરુણી Messenger પર કોને મેસેજ મોકલી રહ્યા છે?તમે તેમના સંપર્કના લિસ્ટ અને તાજેતરનાં ઇન્ટરેક્શનને જોઈ શકો છો, પરંતુ ખાનગી મેસેજના કન્ટેન્ટને જોઈ શકતા નથી.
શું હું Messenger પર મારા તરુણ/તરુણીને કોણ મેસેજ મોકલી શકે તેને મર્યાદિત કરી શકું છું?'દેખરેખ'ની સુવિધા તમને મેસેજની વિનંતીનાં સેટિંગ સહિત તમારા તરુણ/તરુણીનો કોણ સંપર્ક કરી શકે તેનું સંચાલન કરવામાં મદદ કરવા દે છે.
Instagram સંબંધી વારંવાર પૂછાતા પ્રશ્નો
Instagram સંબંધી વારંવાર પૂછાતા પ્રશ્નો
શું હું એ જોઈ શકું છું કે મારા તરુણ/તરુણી Instagram પર કોને ફોલો કરે છે?'દેખરેખ'ની સુવિધા તમને તમારા તરુણ/તરુણી કોને ફોલો કરે છે અને તેમને કોણ ફોલો કરે છે તે જોવા દે છે, જેનાથી તમને તેમનાં કનેક્શન વિશે માહિતગાર થયેલા રહેવામાં મદદ મળે છે.
શું હું મારા તરુણ/તરુણીને Instagram પર એક્સપ્લોર અથવા Reelsમાં શું દેખાય તેને મર્યાદિત કરી શકું છું?એક્સપ્લોર અને Reelsને પૂરી રીતે કસ્ટમાઇઝ કરી શકાતા નથી, પરંતુ તમે એ જોઈ શકો છો કે તમારા તરુણ/તરુણી Instagram પર કેટલો સમય પસાર કરે છે અને તેના સકારાત્મક ઉપયોગને પ્રોત્સાહિત કરી શકો છો.
જો મારા તરુણ/તરુણી Instagram પર કોઈની જાણ કરે તો શું મને જણાવવામાં આવશે?જ્યારે તમારા તરુણ/તરુણી જાણ કરેલા કન્ટેન્ટ અથવા એકાઉન્ટને શેર કરે ત્યારે તમને નોટિફિકેશન મળશે, જે તમને સલામતી સંબંધી સંભવિત ચિંતાઓ અંગે જાણકારી આપે છે.
શું એવા કોઈ અન્ય નોટિફિકેશન છે જે મારા તરુણ/તરુણીના ઉપયોગ વિશે મને મળશે?જો ટૂંકા સમયગાળાની અંદર તેમના તરુણ/તરુણી વારંવાર આત્મહત્યા અથવા પોતાને ઈજા પહોંચાડવા સંબંધી શબ્દો માટે શોધ કરવાનો પ્રયાસ કરે તો Instagram, 'દેખરેખ'ની સુવિધાનો ઉપયોગ કરીને માતા-પિતાને જણાવે છે. મોટાભાગના તરુણ/તરુણીઓ Instagram પર આત્મહત્યા અને પોતાને ઈજા પહોંચાડવા સંબંધી કન્ટેન્ટ શોધવાનો પ્રયાસ કરતા નથી અને જ્યારે તેઓ આમ કરે, ત્યારે તેમને સપોર્ટ ઓફર કરી શકે તેવાં સંસાધનો અને હેલ્પલાઇન તરફ ડાયરેક્ટ કરવાને બદલે, આ શોધોને બ્લોક કરવાની અમારી પોલિસી છે. આ એલર્ટને એટલા માટે ડિઝાઇન કરવામાં આવ્યાં છે કે જેથી માતા-પિતા તેમના તરુણ/તરુણી આવું કન્ટેન્ટ શોધવાનો વારંવાર પ્રયાસ કરી રહ્યાં છે તે બાબતથી સજગ છે તેની ખાતરી કરી શકાય અને તેમને પોતાના તરુણ/તરુણીને સપોર્ટ કરવા માટે જરૂરી સંસાધનો આપી શકાય.
Meta Horizon અને Meta Quest સંબંધી વારંવાર પૂછાતા પ્રશ્નો
Meta Horizon અને Meta Quest સંબંધી વારંવાર પૂછાતા પ્રશ્નો
શું હું મારા બાળકના Meta Quest હેડસેટ પર ગેમ, ઍપ્સ અથવા વર્લ્ડને બ્લોક કરી શકું છું?હા, તમે ઉંમરની રેટિંગ અને કન્ટેન્ટના પ્રકારના આધારે ઍપ્સને મંજૂર કરી શકો અથવા પ્રતિબંધિત કરી શકો છો.
હું Meta Horizon અને Meta Quest પર સ્ક્રીન પર પસાર કરવામાં આવતા મારા બાળકના સમયનું સંચાલન કેવી રીતે કરી શકું?તમે દૈનિક મર્યાદાઓ સેટ કરી શકો, બ્રેક શેડ્યૂલ કરી શકો અને એ જોઈ શકો છો કે તમારા તરુણ/તરુણી દરેક ઍપમાં અને બધાં વર્લ્ડમાં કેટલો સમય પસાર કરે છે.
જો મારા તરુણ/તરુણી દ્વારા Meta Quest પર નવી ગેમ ઇન્સ્ટોલ કરવામાં આવે તો શું મને તેની જાણ થશે?જ્યારે તમારા તરુણ/તરુણી ઍપ્સને ઉમેરશે અથવા દૂર કરશે ત્યારે તમને નોટિફિકેશન મળશે, જેથી તમે માહિતગાર થયેલા રહી શકો.
Threads સંબંધી વારંવાર પૂછાતા પ્રશ્નો
Threads સંબંધી વારંવાર પૂછાતા પ્રશ્નો
શું હું એ જોઈ શકું છું કે મારા તરુણ/તરુણી Threads પર કોને ફોલો કરે છે?'દેખરેખ'ની સુવિધા તમને તમારા તરુણ/તરુણી કોને ફોલો કરે છે અને તેમને કોણ ફોલો કરે છે તે જોવા દે છે, જેનાથી તમને તેમનાં કનેક્શન વિશે માહિતગાર થયેલા રહેવામાં મદદ મળે છે. દેખરેખની સુવિધા તમને એ જોવા દે છે કે તમારા તરુણ/તરુણીએ કોને બ્લોક કર્યા છે.
શું હું Threadsમાં મારા તરુણ/તરુણીનાં પ્રાઇવસી સેટિંગને જોઈ શકું છું?તમે પોસ્ટ, પ્રોફાઇલની દૃશ્યતા અને ફ્રેન્ડ રિક્વેસ્ટને લગતાં પ્રાઇવસી સેટિંગને જોઈ શકો છો અને તેનું સંચાલન કરવામાં મદદ કરી શકો છો. આ સેટિંગમાં ફેરફારો કરવા માટે તમારા તરુણ/તરુણીને ઍપ મારફતે તમારી મંજૂરીની જરૂર પડશે.
શું હું મારા તરુણ/તરુણી Threads પર કેટલો સમય પસાર કરે તે માટેની સમય મર્યાદાઓને એડ્જસ્ટ કરી શકું છું?હા, તમે એવી સમય મર્યાદાઓ સેટ કરી શકો છો કે જે તમારા તરુણ/તરુણી ઍપ પર કેટલો સમય પસાર કરે છે તેને પ્રભાવિત કરે છે. તમે તમારા તરુણ/તરુણી દ્વારા થતા ઍપના વપરાશને રૂપરેખાંકિત કરતા નિયમિત રિપોર્ટ પણ મેળવી શકો છો.